વારંવાર પૂછાતા પ્રશ્નો
શું ઈન્ડસ એપસ્ટોર ડાઉનલોડ કરવું સલામત છે?
હા! ઈન્ડસ એપસ્ટોર ડાઉનલોડ કરવા માટે સંપૂર્ણપણે સલામત છે. અમે એપ સ્ટોર સ્પેસમાં એક દાયકાથી વધુના અનુભવ સાથે ફોનપે ગ્રૂપની મેડ ઈન ઇન્ડિયા એપ છીએ.
હું ઈન્ડસ એપસ્ટોર કેવી રીતે ડાઉનલોડ કરી શકું?
તમે તમારા મોબાઇલ બ્રાઉઝર પરથી ડાઉનલોડ બટન પર ક્લિક કરીને આ વેબસાઇટ (indusappstore.com) પરથી ઈન્ડસ એપસ્ટોર ડાઉનલોડ કરી શકો છો. તમારા મોબાઇલ ડિવાઇસ પર APK ફાઈલ ડાઉનલોડ કરવામાં આવશે, તેને ખોલો અને ઈન્સ્ટોલ કરવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલ સૂચનાઓને અનુસરો. વૈકલ્પિક રીતે, તમે તમારા વેબ બ્રાઉઝર પર વેબસાઇટ (indusappstore.com) ની મુલાકાત લઈ શકો છો અને QR કોડ સ્કેન કરી શકો છો અથવા ડાઉનલોડ લિંક મેળવવા માટે તમારો મોબાઇલ નંબર દાખલ કરી શકો છો.
હું કયા પ્લેટફોર્મ પર ઈન્ડસ એપસ્ટોરનો ઉપયોગ કરી શકું?
ઈન્ડસ એપસ્ટોર એન્ડ્રોઇડ OS 8 અને તેના પછી ચાલતા વર્ઝનના તમામ એન્ડ્રોઇડ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે.
હું ઈન્ડસ એપસ્ટોરમાંથી એપને કેવી રીતે ડાઉનલોડ કરી શકું?
એક વખત તમે તમારા મોબાઇલ પર ઈન્ડસ એપસ્ટોર ઈન્સ્ટોલ કરી લો, પછી ફક્ત તમારા મોબાઇલ નંબર સાથે લૉગ ઈન કરો, ઈન્ડસ એપસ્ટોરને એપ ઈન્સ્ટોલ કરવાની મંજૂરી આપો અને તમે તમારી બધી મનપસંદ એપને બ્રાઉઝ અને ડાઉનલોડ કરવાનું શરૂ કરી શકો છો.
શું ઈન્ડસ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવેલી એપ્સમાં કોઈ વાયરસ કે માલવેર હશે?
ઈન્ડસ એપસ્ટોર પરની દરેક એપ પર અમારા એન્ટિવાયરસ અને સાયબર સિક્યુરિટી નિષ્ણાતો દ્વારા 7-સ્ટેપની કડક સુરક્ષા તપાસ કરવામાં આવે છે.